ટ્રાફિકની વકરતી સમસ્યાઓને ઉકેલવા માટે લોકો ટ્રાફિક નિયમન કરે તેવા હેતુસર સીસીટીવી દ્વારા ઇ-મેમા આપવામાં આવી રહ્યા છે. જેમાં ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદમાં અને યાત્રાધામ ડાકોરમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આમ જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ શહેર અને ડાકોરમાં જાહેર રોડ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મૂકાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લાના મુખ્યમથકો પર અને 6 પ્રસિદ્ધ યાત્રાધામો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટી મળી 41 શહેરોમાં સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ એન્ડ ઈન્ટરગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ કાર્યરત કરી છે. જેમાં 1200થી વધુ જંક્શનો પર કેમેરા મુકવામાં આવ્યા છે અને આ તમામનું ચોક્કસ મોનિટરીંગ કરવા માટે નેત્રમ પણ સ્થપાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે જિલ્લા પોલીસતંત્રને હીટ એન્ડ રન,ચેઈન સ્નેચીંગ,લૂંટ,અપહરણ,ચોરી જેવી ગંભીર પ્રવૃત્તિઓના કેસોને હલ કરવામા સફળતા મળી છે. જેના કારણે આવી પ્રવૃત્તિઓ પર લગામ લાગી હોય એવુ દેખાઇ રહ્યું છે. ત્યારે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશો તો દ્વિચક્રી વાહનો પર બે વ્યક્તિ કરતાં વધુ મુસાફરી કરશો તો સરકાર માન્ય HSRP નંબર પ્લેટ વાહન પર ન લગાવી હોય તો કારમાં સીટ બેલ્ટનો ઉપયોગ ન કરતા હોય તો ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેસાડ્યા હોય તો વગેરે સંજોગોમાં મેમો તમારા ઘરના દસ્તકે આવશે. આમ નડિયાદ અને ડાકોરમા પાર્કિંગની સમસ્યાઓ વકરી છે. જેના કારણે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવા સમયે પોલીસ પ્રશાસન દ્વારા આ બાબતે સંતુષ્ટ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved