ગાંધીનગર ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.3 એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા લેવાની છે.ત્ચારે ખેડા જિલ્લા કલેક્ટરની અઘ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કલેક્ટરે ગુજકેટ પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ તેમજ વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા,કેન્દ્રની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,લાઇટની વ્યવસ્થા,એસ.ટી બસોની વ્યવસ્થા સહિતના તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરાની ચકાસણી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં 11 પરીક્ષાકેન્દ્રોના 126 બ્લોક ખાતે 2500 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.જે પરીક્ષા સવારે 9:૦૦ કલાકે થી સાંજે 4:00 કલાક સુધી યોજાશે.જેમા ગુજરાતી માઘ્યમના 163 જ્યારે અંગ્રેજી માઘ્યમમાં 837 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં એ ગ્રુપમાં 864,બી ગ્રુપમાં 1625 અને એબી ગ્રુપમાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આમ આ પરીક્ષા અંતગર્ત જિલ્લા પરીક્ષા સ્થળો પર 11 ઓબ્ઝર્વર તેમજ 11 સંચાલકોની નિમણુક કરવામાં આવી છે.આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર,સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પરીક્ષા કેન્દ્રોના શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved