લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / નડિયાદમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી એજન્સીને સોંપાશે

નડિયાદમા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ખાનગી એજન્સી દ્વારા કરાવવામાં આવશે.ત્યારે આ માટેની ટેન્ડરિંગની પ્રક્રિયા આગામી મહિનામાં હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.આમ ડોર- ટુ -ડોર કચરો નિયમિત ઉપાડાતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.આમ નડિયાદ નગરપાલિકામાં 8૦,૦૦૦ ઉપરાંત મિલકતો આવેલી છે જેમાની 63,૦૦૦ રહેણાંક જ્યારે 17,૦૦૦ જેટલી કોમશિયલ મિલકતો છે.આ સિવાય પાલિકામા 113 કાયમી સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે.આમ નડિયાદ શહેરમાં કામગીરી કથળી ગઈ હોવાની ફરિયાદો સતત ઊઠી રહી છે.ત્યારે બે કે ત્રણ દિવસે એકવાર પાલિકાના કર્મચારીઓ ઘરેઘરે કચરો લેવા માટે જાય છે જેને કારણે ગૃહિણીઓને તકલીફ પડી રહી છે.ત્યારે આ બાબતે પાલિકામાં રજૂઆતો પણ આવી હોવાછતાં કર્મચારીઓની ઘટને કારણે નિયમિત રીતે ડોર ટુ ડોરની કામગીરી કરવી શક્ય ન હોવાનું સેનેટરી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.શહેરમાં સફાઇ વેરા પેટે રહેણાંક વિસ્તારમાંથી રૂ.100 અને કોમર્શિયલ એકમો પાસેથી રૂ.200 વાર્ષિક ધોરણે ઉઘરાવાય છે છતાંય શહેરમાં સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે.