લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નવજોતસિંહ સિદ્ધુને વાય કેટેગરીની સુરક્ષા આપવામા આવી

પટિયાલા જેલમાં 1 વર્ષથી સજા ભોગવી રહેલા નવજોતસિંહ સિદ્ધુને મુક્ત કરવામાં આવશે.ત્યારે કોંગ્રેસ નેતાની જેડ પ્લસ સિક્યોરિટી હટાવીને વાય કેટેગરીની સિક્યોરિટી કરી દેવામાં આવી છે.આમ 20 મે 2022ના રોજ સિદ્ધુને રોડરેજ કેસમાં 1 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.જે સજા આજે પૂરી થઈ છે.ત્યારે તેઓ થોડા કલાકની અંદર જેલમાંથી બહાર આવશે.બીજીતરફ સિદ્ધુના આગમનની ખુશીમાં તેમના સમર્થકોએ તૈયારીઓ કરી છે.બીજીતરફ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેલમાં ગયા અને સિદ્ધુને મળ્યા હતા.જેમાં શમશેરસિંહ દુલ્લો,લાલસિંહ,મોહિન્દર કે.પી અને વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા સિદ્ધુને મળવા પટિયાલા જેલ પહોંચ્યા હતા.બીજીતરફ જેલમાંથી મુક્ત થયા બાદ સિદ્ધુ કાલીમાતા મંદિર અને દુ:ખ નિવારણ ગુરુદ્વારામાં માથું નમાવવા જઈ શકે છે.