લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એન.સી.પીમાં શરદ પવાર બાદ રાજીનામાનો દોર શરૂ થયો

શરદ પવારના એન.સી.પીના અધ્યક્ષ પદ પરથી રાજીનામા બાદ પાર્ટીમા રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે.ત્યારે જિતેન્દ્ર આવ્હાડે પાર્ટીના જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધુ છે.ત્યારે જિતેન્દ્ર આવ્હાડે પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે.આ સિવાય બીજીતરફ અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહી.આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.ત્યારે આગામી સમયમાં પાર્ટીના નવા અધ્યક્ષ પદ માટે પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલેનું નામ સામે આવી રહ્યુ છે.ત્યારે પાર્ટીના અનેક નેતાઓનો દાવો છે કે નવા અધ્યક્ષ પરિવારનો કોઈ સદસ્ય હશે નહી.