લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળના રાષ્ટ્રપ્રમુખ પૌડેલને સારવાર માટે દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા

નેપાળના રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડલને વિમાન દ્વારા સારવારઅર્થે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.જેઓ છેલ્લા એક મહિનાથી બિમાર છે.તેઓને હોજરીની તકલીફ થઈ છે.તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.આમ 78 વર્ષના પૌડેલને કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ છાતીમાં દુ:ખાવો ચાલુ રહેતાં તે હોસ્પિટલના તબીબોએ તેઓને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું.ત્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ અને કેબિનેટ મંત્રી સહિતના લોકો તેઓની ખબર માટે ગયા હતા.