લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેધરલેન્ડના સમુદ્રમાં બે જહાજ ટકરાતા હેલિકોપ્ટરથી ક્રૂ સભ્યોને બચાવવામાં આવ્યા

નેધરલેન્ડના દરિયાકાંઠા પર તોફાન અસરગ્રસ્ત ઉત્તર સમુદ્રમાં જે જહાજની વચ્ચે ટક્કર થઇ હતી.જેના કારણે એક જહાજમાં પાણી ભરાવા લાગ્યું હતું.ત્યારે અસરગ્રસ્ત જહાજમાં બચાવ કાર્ય જારી છે તેમ ઇમરજન્સી સેવાના અધિકારીએ જણાવ્યું છે.રોયલ ડચ લાઇફબોટ કંપનીના પ્રવક્તા એડવર્ડ જ્વિસ્ટરે જણાવ્યું છે કે જુલિયટ ડી નામનું એક માલવાહક જહાજ એક અન્ય જહાજ સાથે ટકરાઇ ગયું હતું.જે જહાજમાં ચાલક દળના 18 સભ્યો સવાર હતાં.જોકે આ તમામ 18 ક્રૂ સભ્યોને હેલિકોપ્ટરોની મદદથી બચાવી લેવામાં આવ્યા છે ત્યારે અન્ય જહાજને પણ નુકસાન થયું છે પણ તે યાત્રા કરવામાં સક્ષમ હતું.આમ સમુદ્રમાં આવેલા તોફાનને કારણે નોર્ડિક પ્રાંતના હજારો મકાનોમાં વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો.જ્યારે પશ્ચિમ નેધરલેન્ડમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી જ્યાં અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં.