ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે.જેમાં સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુન: વિકસિત કરવામાં આવી રહ્યું છે.ભુજ રેલવે સ્ટેશનના પુન:વિકાસનુ કાર્ય શરૂ થઇ ગયું છે અને તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે.જેમા પશ્ચિમ રેલવે દ્વારા રૂ.179.87 કરોડના સ્વીકૃત ખર્ચે પુન:વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે આ કાર્ય આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.ત્યારે આ યોજનામાં અલગ-અલગ આગમન-પ્રસ્થાન યાત્રી પ્લાઝા,સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.આ સિવાય પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ પર યાત્રી સુખ-સાધનો તેમજ સુવિધાઓથી યુક્ત પૂરતા કોનકોર્સ,પ્રતીક્ષા સ્થાન ઉપલબદ્ધ હશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved