લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જી-7 સંમેલનમાં રશિયા પર નવા પ્રતિબંધો મૂકવામાં આવશે

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા સહિતના દેશોએ તેના પર પ્રતિબંધો લગાવ્યા છે.તેવા સમયે અમેરિકી અધિકારીએ જાપાનમાં જી-7 સમિટ પહેલા જણાવ્યું હતું કે અમેરિકા રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરશે. આ સિવાય તેમણે વધુમા કહ્યુ હતું કે અમેરિકા પાસે આ વર્ષે જી-7માં કેટલાક મુખ્ય લક્ષ્યો હશે.જેમા મુખ્ય યુક્રેન માટે સમર્થન બતાવવા પર રહેશે.અમેરિકી વહીવટીતંત્રના અધિકારીએ આ અંગે કહ્યુ હતુ કે અમે રશિયાને જવાબદાર ઠેરવવા માટે અનેક પગલાં લીધા છે.જેમાં નિકાસ પ્રતિબંધ જેવી પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે.અમેરિકા 70 જેટલી રશિયન કંપનીઓ તેમજ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે.