લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યુયોર્કમાં ઇસ.1902માં નિર્મિત ઈમારતની હરાજી થઈ

ન્યૂયોર્કની ફ્લેટિરોન બિલ્ડિંગ તેના સ્લિમ અને ત્રિકોણાકાર આકાર માટે પ્રખ્યાત છે.ત્યારે આ બિલ્ડિંગને કોર્ટ દ્વારા આદેશિત હરાજીમાં 190 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે.આ 22 માળની ગગનચુંબી ઈમારત વર્ષ 1902માં બાંધવામાં આવી હતી.આ હરાજીમાં બોલીની શરૂઆત 50 મિલિયન ડોલરથી થઈ હતી અને હરાજી દરમિયાન શરૂઆતની કિંમત કરતા 4 ગણી કિંમતે આ બિલ્ડિંગ વેચાઈ હતી.હરાજી પહેલા ઇમારત પર રિયલ એસ્ટેટ કંપનીઓના કન્સોર્ટિયમની માલિકી હતી જેઓ તેના નવીનીકરણ અંગે અસંમત હતા.