લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ન્યૂઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરાયો

ન્યઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. જે પ્રવાસ 30 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો.પરંતુ જો કોરોના સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ પ્રવાસ પર પાછા ફરે છે તો ન્યૂઝીલેન્ડ સરકાર ફરજિયાત હાર્ડ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિની બાંયધરી આપતી નથી. આમ આ પ્રવાસ 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો હતો. જેમાં ત્રણ વનડે અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હતી.પરંતુ હવે પછીની સૂચના સુધી તેને સ્થગિત કરવામાં આવ્યો છે.ન્યૂઝીલેન્ડ સરકારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધતા જતા કેસોને કારણે 10 દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત કર્યું છે. આવી સ્થિતિમાં કિવી ખેલાડીઓએ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે.ત્યારે 24 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ન્યૂઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.કારણ કે ટીમ ક્યારે ન્યૂઝીલેન્ડ પરત ફરી શકશે તે નિશ્ચિત નથી.