ન્યૂઝિલેન્ડે ઈંગ્લેન્ડને બીજી એજબેસ્ટોન ટેસ્ટમાં આઠ વિકેટથી હરાવીને બે ટેસ્ટની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.આ સાથે ન્યૂઝિલેન્ડે ઈંગ્લેન્ડને તેની ભૂમિ પર 22 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતુ.જ્યારે ઈંગ્લેન્ડ વર્ષ 2014 પછી પ્રથમવાર ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હાર્યું હતુ.આમ ઈંગ્લેન્ડના ૩૦૩ રન સામે ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 388 રન કર્યા હતા.જ્યારે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 122માં ઓલઆઉટ થતાં ન્યૂઝિલેન્ડને જીતવા માટે 38 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જે તેણે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.આમ બંને ઈનિંગમાં ૩-૩ વિકેટ ઝડપનારો હેનરી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.જ્યારે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો કોન્વે પ્લેયર ઓફ ધ સિરિઝ બન્યો હતો.આમ વિલિયમસન ઈજાના કારણે ખસી જતાં ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કેપ્ટન લાથમની આગેવાનીમાં ઉતર્યું હતુ અને ટેસ્ટની સાથે શ્રેણી જીત્યું હતુ.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved