લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટ ખેલાડી ક્રિસની સ્થિતિ ગંભીર થઈ

ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સ વર્તમાન સમયમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે.જેમાં થોડા દિવસો પહેલા આ ખેલાડીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામા આવ્યો હતો અને તેની સ્થિતિ ઘણી નાજુક હતી.ત્યારપછી ક્રિસ કેર્ન્સની હાર્ટસર્જરી ઓસ્ટ્રેલિયાના કેનબેરા અને સિડનીમાં કરવામાં આવી હતી.આમ આ 51 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીને કોલોન કેન્સર હોવાનું નિદાન થયું છે.અત્યારે તે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરાની હોસ્પિટલમાં દાખલ છે,જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ક્રિસે ઇસ.1989 થી 2006 વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે 62 ટેસ્ટ અને 215 વનડે મેચ રમી હતી.જેની ગણતરી વિશ્વના મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે.