લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ન્યુઝીલેન્ડ ટીમ આવતા વર્ષના પાક.પ્રવાસમાં ટેસ્ટ અને વન ડે રમશે

વર્તમાન વર્ષે પાકિસ્તાન પ્રવાસે પહોંચ્યા બાદ અચાનક સિક્યોરિટીની ચિંતાને પગલે પ્રવાસ રદ કરીને સ્વદેશ પરત ફરનારી ન્યુઝીલેન્ડની ટીમે આગામી બે વર્ષમાં બે વખત પાકિસ્તાન પ્રવાસ ખેડવાની તૈયારી બતાવી છે.ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ન્યુઝીલેન્ડની ટીમ આવતા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન પ્રવાસે જશે,જ્યાં 2 ટેસ્ટ અને 3 વન ડેની શ્રેણી રમશે. આમ ચાલુ વર્ષે સ્થગિત કરવામાં આવેલી શ્રેણી વર્ષ 2023ના એપ્રિલમાં યોજાશે. આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ શ્રેણી આઇસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે. જ્યારે ત્યારબાદની વન ડે શ્રેણીને આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગની માન્યતા આપવામાં આવી છે. ન્યુઝીલેન્ડની ટીમ ચાલુ વર્ષે પાકિસ્તાન પ્રવાસમાં 3 વન ડે અને 5 ટી-૨૦ રમવાની હતી.