લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આગામી વર્ષે બ્રાઝિલ બ્રિક્સ સમિટ નહી યોજે

બ્રાઝિલ આવતા વર્ષે યોજાનારી બ્રિક્સ સમિટનું આયોજન નહીં કરે.ત્યારે આ બાબતે આગામી નામ રશિયાનું આવે છે.આમ રશિયા ઇસ.2025માં બ્રિક્સનું હોસ્ટિંગ કરવાનું હતું,પરંતુ હવે તે ઇસ.2024માં જ સમિટનું આયોજન કરશે.આ કોન્ફરન્સ રશિયાના કઝાન શહેરમાં યોજાશે.બ્રિક્સ પાંચ દેશોનો સમુહ છે.જેમાં બ્રાઝિલ,રશિયા,ભારત,ચીન અને દક્ષિણ આફ્રિકા છે.વર્ષ 2006માં ન્યૂયોર્કમાં 4 દેશોના વિદેશ મંત્રીઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.ત્યારબાદ આ સમૂહનું બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકા પણ આ સમૂહમાં સામેલ થઈ ગયું હતું.જેમા આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ દક્ષિણ આફ્રિકા છે.