લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી વર્ષથી ફ્લાઇંગ કારનું સ્વપ્ન હકીકતમાં પરિણમશે

એર કારને ટેક-ઓફ અને લેન્ડિંગના 200 જેટલા ટ્રાયલ અને 70 કલાકના આકરા પરીક્ષણ બાદ મંજૂરી મળી હતી.ફ્યુચરિસ્ટિક ફ્લાઇંગ કારનું સ્વપ્ન આગામી વર્ષથી હકીકતમાં પરિણમશે. જેના માટે યુરોપીયન દેશ સ્લોવાકિયાએ 200 જેટલા લેન્ડિંગ અને ટેકઓફ ટ્રાયલ પછી ફ્લાઇંગ કારને મંજૂરી આપી છે. આ ફ્લાઇંગ એર કાર ઉડ્ડયન ક્ષેત્રે વ્યક્તિગત વાહનોના મોરચે નવી ક્ષિતિજ ખોલી શકે તેમ છે. જેના લીધે પર્સનલ ફ્લાઇંગ એરકારના ઉદ્યોગને વેગ મળી શકે છે.જોકે હજીસુધી ફ્લાઇંગ એર કારનો ભાવ ઉપલબ્ધ નથી.આ ફ્યુચરિસ્ટિક એર કાર 8,000 ફૂટથી પણ વધુ ઊંચાઈએ ઉડી શકશે.તેની ઝડપ પ્રતિકલાક 160 કિમીની હશે.એરકાર ક્રાફ્ટ ડયુઅલ મોડ ધરાવતું હોવાના કારણે તે રસ્તા પર ચાલવા દરમિયાન ફક્ત 3 મિનિટમાં પ્લેનમાં રૂપાંતર થઈ શકશે. સ્લોવાકિયામાં સફળ પરીક્ષણ પછી હવે તેને સત્તાવાર રીતે ઉડવા મંજૂરી મળી ગઈ છે.એરકારના ટેક-ઓફ અને લેન્ડિંગમાં પાઇલોટે ફ્લાઇટ્સ કંટ્રોલને જરા અડવાની જરૂર પડી ન હતી. હવે સ્લોવાક પરિવહન સત્તામંડળ દ્વારા આ ક્રાફ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.જેમાં ડેવલપરોએ જણાવ્યું હતું કે નવા ઉત્પાદિત કરાયેલા મોડેલને આગામી 12 મહિનામાં મંજૂરી મળી શકે તેમ છે.આ ફ્યુચરિસ્ટિક વ્હીકલના ભાવની વિગત જાહેર કરવામાં આવી નથી પણ તે આગામી વર્ષે એર અને રોડ મોડમાં જોવા મળશે તે નક્કી છે.એરકારના સંશોધક અને તેની ડેવલપમેન્ટ ટીમના વડા પ્રાધ્યાપક સ્ટીફન ક્લેઇને જણાવ્યું હતું કે એરકારના સર્ટિફિકેશન પ્રોગ્રામેના લીધે અત્યંત કાર્યક્ષમ ફ્લાઇંગ કારનું મોટાપાયા પર ઉત્પાદન થવા લાગશે. આ પ્રોજેક્ટના સહસ્થાપક એન્ટોન ઝજાકે જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલા કાર સ્વતંત્રતાનું પ્રતીક હતી, હવે એરકારે અમને ફરીથી સ્વતંત્ર કર્યા છે. એર કાર પ્રોટોટાઇપ-1માં 160 હોર્સપાવરનું ફિકસ્ડ પ્રોપેલ્ડ એન્જિન છે. આ એન્જિન પ્રાધ્યાપક ક્લેઇને અને સ્લોવાકિયન કંપની ક્લેઇનવિઝને વિકસાવ્યું છે.