ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે જુન-જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસે જશે. જ્યાં તેઓ યજમાનો સામે 3 ટી-૨૦ અને 3 વન ડેની શ્રેણી રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ શ્રેણી તા.1 થી 14 જુલાઈ દરમિયાન આયોજીત થશે. ઈંગ્લેન્ડ આવતા વર્ષે ઘરઆંગણાની સિઝનનો પ્રારંભ ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીથી કરશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 2જી જુનથી 3 ટેસ્ટની શ્રેણી શરૂ થશે. જેમાં લોર્ડ્ઝમાં પ્રથમ ટેસ્ટ બાદ 10 જુનથી નોટિંગહામમાં બીજી અને 23 જુનથી લીડ્સમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે. જે પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. જ્યાં બંને દેશો વચ્ચે 1 જુલાઈએ પ્રથમ ટી-20 રમાશે. જે પછી 3 અને 6 જુલાઈએ બાકીની બે ટી-20 રમાશે. જુલાઈમા 9,12 અને 14મીએ ત્રણ વન ડે રમશે. આમ ભારત સામેની શ્રેણી પુરી થયાના પાંચ દિવસ બાદ ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા સામે ત્રણ વન ડેની શ્રેણીમાં ઉતરશે. જે 24 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 27મી જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ત્રણ ટી-૨૦ યોજાશે અને 17 ઓગસ્ટથી લોર્ડ્ઝમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બર્મિગહામમાં 25 ઓગસ્ટથી બીજી અને 8 સપ્ટેમ્બરથી ઓવલમાં ત્રીજી અને આખરી ટેસ્ટ રમાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved