લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતની નિખત ઝરીન અને લવલીનાને વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મળ્યો

ભારતે વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખતાં વધુ બે ગોલ્ડ અને કુલ મળીને ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.જેમાં ભારતની નિખત ઝરીને 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ સાથે નિખત 2 વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી મેરી કોમ પછીની પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની હતી.જ્યારે ઓલિમ્પિક મેડાલીસ્ટ બોક્સર લવલીના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.આ અગાઉ ભારતની નીતુ ઘંઘાસ 48 કિગ્રા વજન વર્ગમાં અને સ્વિટી બૂરા 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી.ભારતે આ સાથે વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં 2006ના તેના શ્રેષ્ઠ દેખાવની બરોબરી કરી હતી.