લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એન.આઇ.આર.એફ રેકિંગ 2021મા આઇ.આઇ.ટી મદ્રાસ,જ્યારે મેનેજમેન્ટમાં આઇ.આઇ.એમ અમદાવાદ નંબર-1 સ્થાને

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2021 માટે NIRF રેન્કિંગ (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરીમાં આઇ.આઇ.ટી મદ્રાસને દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે બીજીતરફ આઇ.આઇ.એસ.સી બેંગ્લોર બીજા સ્થાને અને આઇ.આઇ.ટી બોમ્બે ત્રીજા સ્થાને છે. આ સિવાય અમદાવાદની આઇ.આઇ.એમને મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ,દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસને બેસ્ટ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં આઇ.આઇ.ટી મદ્રાસ ટોપ પર જ્યારે એઇમ્સ દિલ્હીને બેસ્ટ મેડિકલ કોલેજ તરીકે પસંદ કરાઈ છે. IIT મદ્રાસ, IISc બેંગ્લોર,IIT બોમ્બે,IIT દિલ્હી,IIT કાનપુર,IIT ખડગપુર,IIT રૂડકી,IIT ગુવાહાટી,જે.એન.યુ દિલ્હી,BHU વારાણસી અને IISc બેંગ્લોર, જેએનયુ દિલ્હી,BHU વારાણસી,કલકત્તા યુનિવર્સિટી પ.બંગાળ,અમૃતા વિશ્વ વિદ્યાપીઠ કોઇમ્બતુર,જામિયા મિલિયા ઇસ્લામિયા નવી દિલ્હી,મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન મણિપાલ,જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા,યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ,અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશ. જ્યારે દેશની ટોચની 5 મેડિકલ કોલેજોમાં એમ્સ દિલ્હી, PGIMER ચંદીગઢ,ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ બેંગલુરુ,નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ- બેંગલુરુ,સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ લખનઉ તેમજ દેશની ટોચની 5 મેનેજમેન્ટ સંસ્થાઓમા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કોઝીકોડ,IIT દિલ્હીનો સમાવેશ થાય છે.