વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દ્વારા સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે.જેમા 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામા આવી છે.ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે.જયારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર તેમજ ઉત્તરાખંડની જવાબદારી આપવામાં આવી છે.જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.આમ આગામી એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિઓ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશમાં અભિયાન ચલાવવામા આવશે. આ જનસંપર્ક અભિયાન આગામી 30 મે થી 30 જુન સુધી ચલાવાશે.જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ તેહરી ગઢવાલ,હરિદ્વાર અને ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે.જયારે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ આપી છે.જેના અંતર્ગત પાર્ટીએ તેમને જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે.બીજીતરફ તેમને આપના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved