લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વધુ એકવાર વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.જેના અનુસાર 20મી એપ્રિલના રોજ રાજ્યના બનાસકાંઠા,સાબરકાંઠા,સુરત,જાંગ,તાપી,નર્મદા,નવસારી,વલસાડ સહિતની કેટલીક જગ્યાએ 40 કિ.મી. ઝડપ સાથે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યકત કરાઇ છે.જ્યારે બીજીતરફ જ્યોતિષોએ આગાહી કરી છે કે એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી ધમરોળશે.