લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર જોવા મળ્યો

દેશના મોટાભાગના વિસ્તારોમા 18 એપ્રિલના રોજ તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે હોવાના કારણે હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી.ત્યારે આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમીરપુર અને પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ થયુ છે.આમ આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ થી જૂન દરમિયાન ઊંચા તાપમાનની શક્યતા વ્યક્ત કરી છે.ત્યારે હવામાન વિભાગે પટના,બાંકા,જમુઈ,નવાદા, ઔરંગાબાદ,સુપૌલ અને બિહારના અન્ય જિલ્લાઓમા મંગળવારથી બે દિવસ માટે લૂની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.આ ઉપરાંત રાજ્યના બેગુસરાય, નાલંદા,ગયા,અરવલ,ભોજપુર,રોહતાસ,બક્સર,ખગડિયા અને મુંગેર વિસ્તારોમા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ત્યારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને હમીરપુર 44.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા હતા.આ સિવાય હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના પશ્ચિમ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે.આ સિવાય આગામી 19 અને 20 એપ્રિલના રોજ જોધપુર-બિકાનેર વિભાગો,જયપુર,અજમેર અને ભરતપુર વિભાગોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.