લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઉત્તર કોરિયાએ 1000 કિમી દૂર માર કરી શકતી મિસાઈલનુ ટેસ્ટિંગ કર્યુ

વર્તમાનમાં ઉત્તર કોરિયાએ વિનાશક હથિયારોનુ પરિક્ષણ ચાલુ રાખ્યુ છે.ત્યારે આ દેશે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલનુ પરિક્ષણ કર્યુ છે.જે કોરિયાઈ ઉપમહાદ્વીપ અને જાપાન વચ્ચે ખાબકી હતી.ત્યારે પાડોશી દેશોના કહેવા મુજબ આ નવા જ પ્રકારની અને વધુ ઝડપથી અંતર કાપી શકતી મિસાઈલ છે અને તેની વધારે જાણકારી મેળવવી મુશ્કેલ છે.આ મિસાઈલનુ નામ હૃસોંગ-18 છે અને આ મિસાઈલના પરિક્ષણ વખતે ઉતર કોરિયાના કિમ જોંગ પોતાની પુત્રી,પત્ની અને બહેન સાથે હાજર રહ્યા હતા.કિમ જોંગે પરિક્ષણ બાદ કહ્યુ હતુ કે મિસાઈલ ટેસ્ટિંગ કરવા પાછળનો આશય દુશ્મનોને ડરાવવાનો અને તેમની ચિંતામાં વધારો કરવાનો છે.જેણે પાણીમાં ખાબકતા પહેલા 1000 કિલોમીટરનુ અંતર કાપ્યુ હતુ.આમ ઉતર કોરિયાની બીજી મિસાઈલ્સમાં ઈંધણ તરીકે લિકવીડ ફ્યુલનો ઉપયોગ થાય છે.જેમાં લોન્ચ પહેલા ફ્યુલ ભરવુ પડે છે.જ્યારે સોલિડ ફ્યુલવાળી મિસાઈલને પહેલેથી તૈયાર રાખી શકાય છે જેને ઓપરેટ કરવી વધુ આસાન બની જાય છે.