લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઉ.કોરિયાએ એક મહિનામાં 7મી વાર મિસાઈલ પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.જેમાં દેશે તેના પૂર્વ કિનારેથી સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી છે.આમ સતત થઈ રહેલા મિસાઈલ પરીક્ષણ અમેરિકા અને દ.કોરિયા માટે કોઈ સંકેત માનવામાં આવી રહ્યા છે.ઉ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા વચ્ચે થઈ રહેલી સૈન્ય કવાયતોને લઈને ખિજાયેલું છે.ત્યારે છેલ્લા એક મહિનામાં 7મી વાર મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું છે.અમેરિકા-દક્ષિણ કોરિયાના સૈન્ય અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ તેના સૈન્ય પ્રદર્શનમાં વધારો કર્યો છે.