લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનુ પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.ત્યારે દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યુ હતુ કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.ત્યારે જાપાનના પીએમઓએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી છે.દક્ષિણ કોરિયાના સૈન્યના નિવેદન બાદ જાપાને ઓકિનાવા વિસ્તાર માટે તેની મિસાઈલ ચેતવણી પ્રણાલી સક્રિય કરી હતી.જેમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.મિસાઈલ પ્રક્ષેપણ અંગે પીએમઓએ કહ્યુ હતુ કે એવું લાગે છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ લોન્ચ કરી છે.ત્યારે તેને ધ્યાનમા રાખીને લોકો ઇમારતો અથવા ભૂગર્ભ સ્થળોએ આશ્રય લઈ લે.પરંતુ લગભગ 30 મિનિટ પછી સરકારે ટ્વિટ કર્યું કે ચેતવણી રદ કરવામાં આવી રહી છે.જેમાં તેમણે કહ્યુ હતુ કે એવી આશા છે કે આ મિસાઈલ જાપાની ક્ષેત્ર તરફ નહીં આવે.આ અગાઉ પણ અનેકવાર જાપાન એલર્ટ જાહેર કરી ચૂક્યું છે.જાપાને ઉત્તર કોરિયાના પ્રક્ષેપણના જવાબમાં અગાઉના કેટલાય પ્રસંગોએ પોતાની મિસાઈલ અર્લી વોર્નિંગ એલાર્મને એલર્ટ કરી છે. જોકે આ ચેતવણીઓ સામાન્ય રીતે ઝડપથી પાછી ખેંચી લેવામાં આવે છે.