લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / યોકોવિચે સિત્સિપાસને હરાવી બીજું ફ્રેન્ચ ઓપન તેમજ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું

સર્બિયાના યોકોવિચે ગ્રીસના ખેલાડી સિત્સિપાસને ફાઈનલમાં 6-7(6-8),2-6,6-3,6-2,6-4થી હરાવીને ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો.આ સાથે યોકોવિચે છેલ્લા 52 વર્ષમાં ચારેય ગ્રાન્ડસ્લેમ બે કે તેથી વધુ વખત જીતનારો સૌપ્રથમ ખેલાડી તરીકે સ્થાન મેળવી લીધું છે.જેમાં તેણે કારકિર્દીના બીજા ફ્રેન્ચ ઓપન ટાઈટલની સાથે કારકિર્દીનું 19મું ગ્રાન્ડસ્લેમ જીતી લીધું છે.ત્યારે હવે તે સૌથી વધુ 20-20 ગ્રાન્ડસ્લેમ જીતવાના ફેડરર-નડાલના રેકોર્ડથી એક જ ગ્રાન્ડસ્લેમ દુર છે.આમ ફાઈનલમાં શરૂઆતના બંને સેટ ગુમાવ્યા બાદ યોકોવિચે ત્રીજા સેટમાં સિત્સિપાસની બીજી સર્વિસ તોડીને 3-1થી સરસાઈ હાંસલ કરી લીધી હતી.યોકોવિચે પ્રભુત્વ જાળવતાં 53 મિનિટના મુકાબલામાં 6-3થી ત્રીજો સેટ જીતીને મેચમાં પુનરાગમન કર્યું હતુ. ચોથા સેટમાં પણ તેણે સિત્સિપાસની બે સર્વિસ બ્રેક કરતાં 4-0થી સરસાઈ હાંસલ કરી હતી.