ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લીકેજની તપાસ: ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લીકેજને લઈ અમેરિકાએ તપાસ શરૂ કરી
કોરોના બાદ ચીનની વધુ એક બેદરકારી સામે આવી છે.જેમાં ચીનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લીકેજની જાણકારી મળી છે. ત્યારે અમેરિકન સરકાર છેલ્લા એક અઠવાડિયાથી આ રિપોર્ટને લઇને તપાસમાં લાગી છે.આમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ફ્રાન્સની એક કંપની પણ ભાગીદાર હતી.આ કંપનીએ લીકેજના કારણે સંભવિત રેડિયોલોજીકલ ખતરાને લઇને ચેતવણી આપી હતી.ત્યારે ફ્રેન્ચ કંપનીએ જણાવ્યુ છે કે ચીનના ગુઆંગદોંગ પ્રાંતમાં રહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાંક બંધ ના થઈ જાય.આ પહેલા જ ચીની સુરક્ષા અધિકારીઓએ આની બહાર રેડિએશનની પરવાનગી મર્યાદા વધારી દીધી છે.આમ ફ્રાન્સની કંપનીની સાથે ચીને વર્ષ 2009માં તાઇશન પ્લાન્ટનું નિર્માણ કર્યું હતુ.ત્યારબાદ વર્ષ 2018 અને 19માં વીજળી ઉત્પાદન શરૂ થયું હતુ તેમછતાં સ્થિતિ ભલે ખતરનાક ન હોય પરંતુ આ મુદ્દો ચિંતાજનક તો છે જ.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved