કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાતને વર્તમાન સમય પુરતી રદ કરવામાં આવી છે. આ વેરિઅન્ટ અન્ય દેશો ઉપરાંત ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આમ મોદી આગામી 9મી જાન્યુઆરીએ યુએઇ જવાના હતા પણ તેમની આ મુલાકાતને રદ કરાઇ છે.ઓમિક્રોન વેરિઅન્ટને કારણે યુએઇની આ બેઠક કદાચ ફેબુ્આરી મહિનામાં યોજાઇ શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ અમેરિકા,બ્રિટન,ફ્રાન્સ જેવા દેશોમાં બહુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જોકે વર્તમાનમાં ભારતમાં સ્થિતિ આ દેશોની સરખામણીએ કન્ટ્રોલમાં હોવાનું જણાયું છે.યુએઇમાં એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1732 નવા કેસો સામે આવ્યા હતા. અબુધાબીમાં પ્રવેશનારા લોકો માટે નિયમો વધુ કડક બનાવી દેવાયા છે. યુએઇમાં કોરોના વાઇરસના સામાન્ય કુલ કેસોની સંખ્યા 7,55,000એ પહોંચી હતી. જ્યારે મૃત્યુઆંક 2000ને પાર ગયો છે. જ્યારે એક્ટિવ કેસો 10,000થી વધુ છે. એવામાં ઓમિક્રોન વેરિઅન્ટ અને સામાન્ય કેસોને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ યુએઇની મુલાકાતને રદ કરી દીધી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved