લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઓમિક્રોનનો કહેર વધતાં જાપાને નિયંત્રણો જાહેર કર્યા

યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે તેમની બીજી મુદતના આરંભે જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ તેમણે કાર્યભાર સંભાળ્યો તે પછી પાંચ વર્ષમાં દુનિયાની હાલત કોરોના મહામારી,જળવાયુ પરિવર્તન કટોકટી અને નાનામોટાં યુદ્ધોને કારણે વધુ ખરાબ થઇ છે.જેમાં યુએસમાં કોરોનાના નવા 6,44,814 લાખ કેસો નોંધાયા હતા જ્યારે 2479 લોકોના મોત થયા હતા.દુનિયાના અડધો ડઝન દેશોમાં કોરોનાના નવા 50 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા.જેમાં જર્મનીમાં 78,250 કેસો,બેલ્જિયમમાં 67,448 કેસો,ઓસ્ટ્રેલિયામાં 64,520 કેસો,પોર્ટુગલમાં 58,530 કેસો,નેધરલેન્ડમાં 57,471 કેસો અને મેક્સિકોમાં 50,373 કેસો નોંધાયા હતા.આ દરમ્યાન જાપાનમાં પણ 44,638 કેસો નોંધાયા હતા જ્યારે 12 લોકોના મોત થયા હતા. ત્યારે જાપાનમાં કુલ સોળ વિસ્તારોમાં કોરોના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે દેશનો એક તૃતિયાંશ હિસ્સો આવરી લે છે. જેના અંતર્ગત ટોકિયો અને અન્ય શહેરોમાં રેસ્ટોરાં અને બાર વહેલા બંધ થશે.