કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી તથા પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આધુનિક ભારતના પ્રણેતા રાજીવ ગાંધીની વીરભૂમિ સ્થિત સમાધી ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.જે તેમની 32મી પુણ્યતિથિ છે.આમ ઓગસ્ટ 20 1944ના દીવસે જન્મેલા રાજીવ ગાંધીએ 31 ઓક્ટોબર 1984ના દિવસે તેઓની માતાની હત્યા પછી ભારતનું વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.ત્યારે તે સમયે રાષ્ટ્રપતિ પદે રહેલા જ્ઞાની ઝૈલસિંહે સંવિધાનમાં અપાયેલા સ્પેશ્યલ પાવર્સની રૂએ તેઓની વડાપ્રધાન પદે નિયુક્તિ કરી હતી.આમ 40 વર્ષની વયે રાષ્ટ્રનું સુકાન સંભાળનારા રાજીવ ગાંધી દેશના સૌથી યુવાન વડાપ્રધાન બની ગયા હતા.જે પછી ડીસેમ્બર 1989 સુધી તેઓ તે પદ ઉપર રહ્યા હતા.રાજીવ ગાંધીએ દેશમાં ટીવી શરૂ કર્યું હતું.ત્યારબાદ નવી ચૂંટણી યોજાઈ ત્યારે તેના પ્રચારાર્થે તમિલનાડુનાં શ્રીપેરામ્બુદુર ગયેલા રાજીવ ગાંધીની એલ.ટી.ટી.ઇ.એની એક સભ્ય ધન્નોએ આત્મઘાતી હુમલા દ્વારા તેઓની ગત 21 મે 1991ના દિવસે ક્રૂર હત્યા કરી હતી.જેમા તેઓની હત્યા પછી 114 દેશોના પ્રતિનિધિઓ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા તે સમયે અમેરિકાના ઉપપ્રમુખ ઇન્ડોનેશિયાની મુલાકાતે હતા.ત્યારે તેઓ મુલાકાત ટૂંકાવી નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા.