લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓરીસ્સામાં ભારે વરસાદના પગલે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું

ઓરીસ્સામાં મુશળધાર વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્થિતિ કપરી બની જવા પામી છે. ત્યારે હવામાન વિભાગે રાજયના પુરી,જગતસિંઘપુર, કેન્દ્રપરા,ખોરડા તેમજ ધેનકાનાલ જિલ્લાઓમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળના અખાતમાં ડીપ ડિપ્રેશનનાં પગલે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પુરી જિલ્લાનાં અનેક ગામોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ડિપ ડિપ્રેશનના પગલે 6 જિલ્લાઓમાં રેડએલર્ટ જાહેર કર્યુ છે. આમ ઓરીસ્સા અને છત્તીસગઢમાં બંગાળના અખાતમાં ડિપ્રેશનને કારણે હજુ વધુ વરસાદ વરસવાની શકયતા વર્તાઇ રહી છે.