લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓડીશામાં શાળાઓ શરૂ થતા 33 વિદ્યાર્થીઓ પોઝીટીવ થયા

દેશમાં કોરોનાના મર્યાદીત બનેલા સંક્રમણ વચ્ચે એક બાદ એક રાજયોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે દેશન ઓડીસા રાજ્યની બે શાળાઓમાં 33 વિદ્યાર્થીઓ પોઝીટીવ થતાં ચિંતાની લાગણી ફરી વળી છે અને તાત્કાલીક આ બન્ને શાળાઓ ફરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શાળાઓમાં ધો.10 થી 12નો અભ્યાસક્રમ તા.26 જુલાઈથી શરૂ કરાયો હતો. રાજયમાં 18 વર્ષથી નીચેની વયના 93 વિદ્યાર્થીઓ અત્યારસુધીમાં પોઝીટીવ જાહેર થયા છે. જે અંગે રાજયના શિક્ષણમંત્રીએ જાહેર કર્યુ છે કે બાળકો કઈ રીતે સંક્રમીત બન્યા તેથી મળવાના આદેશ અપાયા છે તથા તમામ શાળાઓમાં ઈન્ફેકશન વિરોધી પગલા લેવા સેનેટાઈઝેશન વધારવા સહિતના આદેશ અપાયા છે.