લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત કરાતા થઈ તૂંતૂં-મેંમેં, ‘ટેસ્ટ કરવો હોય તો કરો,રિપોર્ટના પૈસા નથી’

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર વિવિધ શહેરોમાંથી આવતા મુસાફરો માટે આ ટેસ્ટ ફરજિયાત કરાયો હતો જેના કારણે આજે દિવસ દરમિયાન ડોમેસ્ટિક ટમનલમાં એરાઇવલ મુસાફરોની ભારે ભીડ એકઠી થઇ જતા લાઇનો લાગી હતી અને ભારે હોબાળો જોવા મળ્યો હતો.એટલું જ નહીં એરપોર્ટ પર રીતસરના તૂંતૂંમેમેના દ્રશ્યો સર્જાયા હતા.અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર ફલાઇટમાંથી ઉતરી ટર્મિનલના એરાઇવલમાં ખાનગી લેબને ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.જેમાં દસ જેટલા કાઉન્ટરની વ્યવસ્થા તેમજ મુસાફરોનો ચાર કલાક સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બેસવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ મોટાભાગના મુસાફરોને ચાર કલાક ટર્મિનલમાં બેસી રહેવાની પળોજણથી બચવા અને રિપોર્ટના રૂ.800 ચુકવવાના મામલે ભારે હંગામો મચાવી દીધો હતો.ખાસ કરીને હૈદ્રાબાદ અને વારાણસીની ફલાઇટમા આવેલા મુસાફરો રોષે ભરાયા હતા.એરપોર્ટ પર એક પરિવારના ચાર સભ્યો ટ્રાવેલ કરીને અમદાવાદ આવ્યા હતા તેમની પાસે રિપોર્ટના રૂ. 3200 ચૂકવવાના હોવાથી તેમને જણાવ્યુ કે તમારે રિપોર્ટ કરવો હોય તો કરો અમારી પાસે આટલા બધા પૈસા નથી.આમ એરપોર્ટ પર કાર્ડ સ્વેપની સુવિધા ના બદલે કેસ ચુકવવાની વ્યવસ્થાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

કેટલાક મુસાફરો પાસે રિપોર્ટના પૈસા ન હોવાનું સ્પષ્ટપણે જણાવી દીધુ હતું.લેબના કર્મચારીએ જણાવ્યુ કે મુસાફરો પૈસા ન હોવાનું રટણ કરતા હોવાથી અમે રિપોર્ટ કરવા જબરદસ્તી કરી શકીએ નહીં અલબત્ત તેમને રોકી પણ શકીએ નહી.કેટલાક મુસાફરો મોબાઇલમાં જૂનો ટેસ્ટ માન્ય રાખવાની પણ જીદ કરતા હતા.આમ વિવિધ બહાના હેઠળ ઘણાય મુસાફરો ટેસ્ટ કર્યા વિના જ ટર્મિનલથી બહાર નિકળી ગયા હતા.જેના કારણે સંક્રમણનું જોખમ વધી જાય છે.