ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ બેડમિંટન ખેલાડી પી.વી.સિંધુએ ઘરઆંગણે યોજાયેલી સઈદ મોદી ઈન્ટરનેશનલ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતી હતી. જેમાં તેણે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ભારતની માલવિકા બાંસોદને સીધી ગેમ્સમાં 21-13,21-16થી હરાવી હતી.પી.વી.સિંધુએ વર્ષ 2019માં વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપ જીત્યા બાદ પ્રથમ ટાઈટલ જીત્યું હતુ. આમ કોરોનાના કેટલાક ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા નહતા. સિંધુ અગાઉ વર્ષ 2017માં આ ટાઈટલ જીતી ચૂકી છે.જ્યારે વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં ભારતની ગાયત્રી પુલેલા ગોપીચંદ અને ત્રીષા જોલીની જોડીનો મલેશિયાની ચેઓંગ અને થેઓહ સામે 12-21,13-21થી પરાજય થયો હતો,જ્યારે મેન્સ ડબલ્સમાં ભારતના ક્રિશ્નાપ્રસાદ ગારગા અને વિષ્ણુવર્ધન ગૌડ પાન્જાલાની જોડીનો ફાઈનલમાં મલેશિયાના વેઈ ચોંગ માન અને કાઈ વુન ટી સામે 18-21,15-21 થી પરાજય થયો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved