લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય શાસન લાગુ કરવાનો નિર્ણય કરાયો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈસ્લામ પાર્ટીના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે તેમના સમર્થકો માર્ગો પર ઊતરી આવ્યા છે અને સમગ્ર પાકિસ્તાનમાં તેના લીધે કલમ 144 લાગુ કરવાની ફરજ પડી હતી.આ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિતિને કાબૂ બહાર જતી જોઇને સરકાર દ્વારા સૈન્ય શાસન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આમ પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 1000થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે.