લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પાકિસ્તાની મૂળના લેખક તારીક ફતેહનું નિધન થયું

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી માંદગી બાદ નિધન થયુ છે.જેમણે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.તારીક ફતેહની પુત્રી નતાશા ફતેહે ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.તેઓ પોતાને ભારતનો પુત્ર કહેતા હતા તેમનો પરિવાર મુંબઈનો હતો.પરંતુ ભાગલા વખતે તેઓ પાકિસ્તાનમાં આવી ગયા હતા. 20 નવેમ્બર 1949ના રોજ કરાંચીમાં જન્મેલા તારીક ઇસ.1987માં કેનેડામાં સ્થળાંતરીત થયા હતા અને ત્યારથી ત્યાં જ રહેતા હતા.તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી.આ સાથે તેઓ રેડીયો અને ટીવીમાં કોમેન્ટ્રી પણ આપતા હતા.