પાકિસ્તાનની જેલમાંથી 200 જેટલા માછીમારો મુકત થાય એ પૂર્વે એક માછીમારનું કરાંચી હોઈસ્પટલમાં મૃત્યુ થયું છે.જેથી વતનમાં રાહ જોતા આ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.જ્યારે બાકીના માછીમારો આગામી 15મીએ વેરાવળ ખાતે આવી પહોંચશે.ત્યારે આ માછીમારો વાઘા બોર્ડર પહોચતા લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યા હતા.આમ પાકિસ્તાને કેદમાં રાખેલા 653 ભારતીય માછીમારોમાંથી 199 માછીમારોને કેદમુકત કરી રહ્યું છે.ત્યારે તેમનો કબ્જો લેવા માટે રાજયના ફિશરીઝ અધિકારીઓની ટીમ જરૂરી રેકર્ડ સાથે વાધા સરહદે જવા રવાના થઈ છે.આમ કરાંચી જેલમાંથી 199 ભારતીય માછીમારોને અમૃતસર પાસે વાઘાબોર્ડર અટારી રેલવે સ્ટેશને લાવતા ત્યાં તેઓની ભારતીય સુરક્ષા એજન્સીઓ તપાસ,પુછપરછ અને વેરીફીકેશન કરશે.ત્યારે અમૃતસરથી જ રાત્રી ટ્રેનમા માછીમારોને રવાના કરવામા આવશે.આમ આ માછીમારોને અમૃતસર થી વેરાવળ સુધી પોલીસ બંદોબસ્ત સાથે લાવવામા આવશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved