લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં કેળા અને સફરજનના ભાવ ઉચ્ચ સપાટીએ પહોચ્યા

વર્તમાનમા પાકિસ્તાનમા લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે.જેમા મોંઘવારી રોજ નવા રેકોર્ડ તોડી રહી છે.ત્યારે એક ડોલર સામે પાકિસ્તાની રૂ.288 પર પહોંચ્યા બાદ અત્યારે રમઝાન મહિનામાં રોઝા ખોલવા માટે લોકો માટે ફ્રૂટ પણ દોહ્યલા થઈ રહ્યા છે.જ્યાં એક ડઝન કેળાનો ભાવ રૂ.450 અને એક કિલો સફરજનનો ભાવ રૂ.400 થઈ ગયો છે.જ્યારે ડુંગળી રૂ.200 પ્રતિ કિલો મળી રહી છે.જ્યાં મહિને રૂ.50,000 કરતા વધુ પગાર મેળવનારા લોકો પણ ભોજન ખરીદવા માટે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.જેમા મોંઘવારીના કારણે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી બાળકોને માતાપિતા ઉઠાડી લેવા માટે મજબૂર બન્યા છે.