લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમા મોંઘવારી દર છેલ્લા 48 વર્ષની ટોચે પહોંચ્યો

પાકિસ્તાન વર્તમાનમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.જેમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે.જેના કારણે જનતાનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને કારણે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓની આયાત કરી શકતું નથી.જેના કારણે લોકોને લોટ તેમજ ચોખા જેવી રોજીંદી વસ્તુઓ મળી શકી રહી નથી અને સામાન્ય કરતાં અનેકગણુ વધુ ચૂકવવું પડે છે.આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.વર્લ્ડ બેન્કે પાકિસ્તાનના વિકાસદરમાં ઘટાડો કર્યો છે.વર્લ્ડ બેન્કે પાકિસ્તાનનો વિકાસદર 2 ટકાથી ઘટાડીને 0.4 ટકા કર્યો છે.આ સિવાય વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ 40 લાખ લોકો ગરીબીમા સપડાઈ ગયા છે.ત્યારે વર્લ્ડ બેન્કે પાકિસ્તાનને જાહેર દેવાની કટોકટી ટાળવા તાત્કાલિક નવી વિદેશી લોનની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.