લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાને અમેરિકા સમક્ષ સૈન્ય સહાય અને શસ્ત્રોની મદદ માંગી

પાકિસ્તાન માટે પોતાની સેનાને ટકાવી રાખવી મુશ્કેલ બની છે.ત્યારે આ દેશે મદદ માટે આઈ.એમ.એફ સહિત વિશ્વના સંખ્યાબંધ દેશોનો સંપર્ક કરી ચુકેલા પાકિસ્તાને પોતાના જુના મદદગાર અમેરિકા સમક્ષ મદદ માંગી છે.ત્યારે અમેરિકા સ્થિત પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાને વોશિંગ્ટનમાં યોજાયેલા સેમિનારમાં કહ્યુ હતુ કે અમેરિકા પાકિસ્તાનની સેનાને નાણાકીય સહાય કરે તેમજ શસ્ત્રો વેચવાનુ ફરી શરૂ કરે તે જરૂરી છે.જેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર સૈન્ય સહાયનો પ્રતિબંધ મુકી દીધો હતો.પાકિસ્તાન પાસે સંખ્યાબંધ હથિયારો અમેરિકન બનાવટના છે.જેમાં પ્રતિબંધોના કારણે આ હથિયારોના મેન્ટેનન્સમાં પાક સેનાને મુશ્કેલીઓ પડી રહી છે. ઉપરથી પૈસાની તંગીએ સેનાની સમસ્યાઓને વધારી દીધી છે.