લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમા દવાઓમાં 20 ટકા સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો

પાકિસ્તાનમાં સરકારે દવાઓની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે.ભાવ વધારાની દવા બનાવારાઓએ ટીકા કરી છે અને તે એટલા માટે કે તેમણે સરકાર પાસે 39 ટકા સુધીનો ભાવવધારો માંગ્યો હતો.પરંતુ સરકારે 20 ટકા સુધીના જ ભાવવધારવાની મંજૂરી આપી છે.પાકિસ્તાની રૂપિયાના ધોવાણ બાદ દવાઓ બનાવવા માટે ઈમ્પોર્ટ કરવામાં આવતા મટિરિયલના ભાવમાં વધારો થયો છે.આ સિવાય પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર પણ ખાલી થવા આવ્યો હોવાથી આયાતમાં મુશ્કેલીઓ આવી રહી છે.પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે આરોગ્ય સિસ્ટમ પર ગંભીર અસરો પડી છે.દેશમાં હાર્ટ,કેન્સર અને કિડનીની બીમારીઓને લગતી દવાઓની અછત છે તો ડાયાબિટિસના ઈન્સ્યુલિનની પણ કમી વર્તાઇ રહી છે.