લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાથી રહસ્યમય બિમારીનો પ્રથમ કેસ મળી આવ્યો

પાકિસ્તાનમાં કોંગો વાયરસ સંક્રમણનો 2023માં પ્રથમ કેસ સામે આવ્યો છે.આ વાયરસની ઝપેટમાં આવેલા કરાંચીની ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.કોંગો વાયરસ મુખ્યત્વે ઢોર તેમજ અન્ય પશુ પર ટિક્સ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે અને તે ગંભીર તાવ,સ્નાયુમાં દુઃખાવો,ઉલટી અને આંતરિક રક્તસ્રાવનું કારણ બની શકે છે.આ રોગનો મૃત્યુદર ઊંચો છે અને હાલમાં આ વાયરસ માટે કોઈપણ રસી અથવા ચોક્કસ સારવાર નથી.પશુઓ અથવા અન્ય પ્રાણીઓના સંપર્કમાં હોય ત્યારે રક્ષણ થાય તેવા વસ્ત્રો પહેરવા તેમજ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.આમ છેલ્લા 10 દિવસમાં કોંગો વાયરસના કારણે ચોથું મૃત્યુ થયું છે.આ સિવાય 2 મેના રોજ કોંગો વાયરસના કારણે ક્વેટામાં 20 વર્ષીય મહિલાનું મોત થયું હતું.