પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડના પગલે શરૂ થયેલા તોફાનોમાં ઇમરાનના સમર્થકો એકતરફ લાહોરમાં ગર્વનર હાઉસમાં ઘુસી ગયા અને તેને આગ ચાંપતા સમગ્ર ગર્વનર હાઉસ સળગી ઉઠયું હતું.જ્યારે બીજીતરફ ઇમરાન ખાનના ટેકેદારોએ પાકિસ્તાની એરફોર્સના મીયાંવાલી એરબેઝમાં ઘુસી ગયા અને સમગ્ર એરબેઝને આગ લગાવી દીધી છે.આ સિવાય રાવલપીંડીમાં તોફાની ટોળાને વિખેરવા પોલીસે ગોળીબાર કર્યો હતો.આમ તોફાનના પગલે સમગ્ર લાહોરમાં ઠેરઠેર આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક તાકીદની કેબીનેટ બોલાવી છે અને માનવામાં આવે છે સમગ્ર દેશમાં ઇમરજન્સીની સ્થિતિ લાદવા માટે પણ વિચારણા કરવામાં આવશે.બીજીતરફ રાવલપીંડીમાં પાકિસ્તાન આર્મી વડામથક ખાતે કમાન્ડરોની બેઠક શરૂ થઇ છે.પાકિસ્તાનમાં પરિસ્થિતિને કાબુ લેવામાં ઠેરઠેર લાઠીચાર્જ,અશ્રુવાયુ તેમજ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારસુધીમાં 10થી વધુ લોકોના મોત થયા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved