લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમા વધારો કરવાની તૈયારી જોવા મળી

પાકિસ્તાનમાં ભૂખમરી અને બેહાલીમાં જીવી રહેલા લોકો પર વધુ એક મોંઘવારી ઝીંકાવાની તૈયારી જોવા મળી રહી છે.ત્યારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.14 સુધીનો વધારો કરવા સરકાર તૈયારી કરી રહી છે.વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના વધી રહેલા ભાવોના કારણે પાકિસ્તાન સરકાર પેટ્રોલના ભાવમાં વધારો કરી શકે છે.આમ પાકિસ્તાનમાં દર 15 દિવસે પેટ્રોલિયમ પ્રોડકટના ભાવની સમીક્ષા સરકાર કરતી હોય છે.આમ વર્તમાનમાં પેટ્રોલની કિંમત રૂ.272 પ્રતિ લીટર છે.