લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરમાં સ્પોર્ટ્સ સંકુલમાં મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ બનાવવામાં આવશે

પાલનપુરના સ્પોર્ટ્સ સંકુલમાં રૂ.9.40 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ બનશે.જેમાં બેડમિન્ટન,ટેબલ ટેનિસ,વોલીબોલ, બોલ,જીમ,યોગા અને કુસ્તીની સુવિધા ઉપલબ્ધ બનશે.જેને લઈ સાંસદે સમગ્ર પ્રોજેક્ટનુ ભૂમિપૂજન કર્યું હતું.જેમા ભાવનગરની એજન્સી દ્વારા સમગ્ર પ્રોજેક્ટ આકાર પામશે.શહેરના ધનિયાણા ચોકડી ચાર રસ્તા પાસે આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં મલ્ટીપર્પજ ઇન્ડોર હોલ બનાવ વાની કામગીરી હાથ ધરાશે.જેમાં ભાવનગરની પી.આર પટેલ એન્ડ કંપની નામની એજન્સીએ રૂ.8.86 કરોડના કામનું વર્ક ઓર્ડર લઈ કામગીરી હાથ ધરી છે.આ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ભૂમિપૂજન કાર્યક્રમ સાંસદ પરબતભાઈ પટેલ અને ધારાસભ્ય અનિકેત ઠાકરની હાજરીમાં યોજાયું હતુ.