લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરમાં કમોસમી વરસાદી ઝાપટું પડતા વરસાદી પાણીની રેલમછેલ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાની આગાહીના પગલે પાલનપુર માં ફરી એકવાર ભર ઉનાળે અષાઢી માહોલ જામ્યો હતો. પાલનપુર માં કમોસમી વરસાદના ઝાપટા પડતા આબુ હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મોસમે મિજાજ બદલતા ભર ઉનાળે ચોમાસુ માહોલ જાેવા મળી રહ્યો છે. પાલનપુરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા ભર ઉનાળે અષાઢી માહોલ જામતા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે શહેરમાં વરસાદી પાણી ની રેલમ છેલ થઇ ઉઠી હતી. જાેકે, આબુ હાઇવે પર સુર મંદિર નજીક હાઇવે પર અને બિહારી બાગથી જૂની આર.ટી.ઓ કચેરી સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાથી આ માર્ગે પસાર થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અવાર નવાર કમોસમી માવઠા પડી રહ્યા હોઇ ખેતરોમાં ઉભેલા વાવેતરને નુકશાન થવાની ભીતી થી ખેડૂતો ચિંતિત થઇ ઉઠયા છે. જાેકે, વરસાદી માહોલને પગલે ઠંડક પ્રસરી જતા ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.