લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં પૂર્વ ધારાસભ્યના હસ્તે સમર કેમ્પ ખુલ્લો મુકાયો

વર્તમાનમાં વેકેશનમાં બાળકો મોબાઈલથી લઇને ઈતર પ્રવૃતિઓ તરફ સમય વેડફી રહ્યા છે.જેમાં કેટલાક બાળકો તો દિવસ રાત મોબાઈલમાં જ મંડયા રહે છે જેના કારણે તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલતું નથી અને તે એકલું પડી જાય છે.ત્યારે પાલનપુરમાં સ્વસ્તિક જેવી સંસ્થાઓ પણ આવેલી છે જે વેકેશનના કિંમતી સમયને બાળકો કેવી રીતે સદુપયોગ કરી શકાય તે સમજાવે છે.ત્યારે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા મસ્તીવાલા સમર કેમ્પ-2023નુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આધ્યાત્મિક સાથે બાળકમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલી ઉઠે અને બાળકને કંઈક નવું શીખવા મળે તેમજ ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે સુંદર આયોજન કરાયું છે.જેમાં બાળકો વિવિધ પ્રકારની રમતો રમી શકે તે માટે 15 પ્રકારની ગેમો આકર્ષણનું કેન્દ્ર બની છે.જેમા સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પના ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરીયાના હસ્તે તેમજ સંસ્થાઓના વિવિધ દાતાઓના હસ્તે સમરકેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે સમર કેમ્પમા 978 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.આં કાર્યક્રમ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ,ભાસ્કરભાઈ ઠાકર,ગૌરાંગભાઈ,સંસ્થાના મંત્રી જયંતીભાઈ,સંસ્થાના દાતા ચેલાભાઈ ગોઠી,શંકરભાઈ સાળવી તેમજ સંસ્થાના આચાર્ય મણીભાઈ,ડાયરેક્ટર મહેન્દ્રભાઈ,કો-ઓર્ડીનેટર પીનાબેન ડેરીયા,આચાર્ય દર્શનાબેન મોદી સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.