પાલનપુરમાં વિશિષ્ટ વ્યક્તિ અને ધાર્મિક પ્રતિમાઓને વિવિધ જન્મજયંતીના અવસરે અથવા રાષ્ટ્રીય તહેવારોના દિવસે તમામ સ્ટેચ્યુઓની સાફ-સફાઈ કરી ફૂલહાર વિધિ કરી સજાવવામાં આવે છે.પરંતુ તે દિવસ પૂર્ણ થયા બાદ ફરી કોઈ આ સ્ટેચ્યુની દરકાર સુધ્ધાં લેતું નથી.ત્યારે શહેરમાં વાહનોના ધુમાડા,ધૂળ તેમજ આકાશમાં ઉડતા પક્ષીઓના ચરખ આ પ્રતિમાઓ પર પડે છે.જેને લઇ આ પ્રતિમાઓ ગંદી થઈ જતી હોય છે.ત્યારે તેના અંતર્ગત સ્વચ્છતા કામ હાથ ધરવામાં આવ્યુ હતું.ત્યારે આવતીકાલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પાલનપુર શહેરના સીમલા ગેટ વિસ્તારમાં મૂકેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ કરી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ,બનાસ ડેરીના આદ્યસ્થાપક વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય પ્રતિમાઓને પાલનપુરની નામાંકિત સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ પ્રાધ્યાપીકા બહેનો દ્વારા શહેરના વિવિધ સ્થળો પરના સ્ટેચ્યુની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved