લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ શરૂ કરાયા

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સતત દીકરીઓના અભ્યાસ તેમજ કારકિર્દીને લઇને ચિંતિત હોય છે.ત્યારે દીકરીઓને સલામતીભર્યું શિક્ષણ મળી રહે અને તેઓ અભ્યાસમાં આગળ વધીને તેમનું નામ રોશન કરે તેવા વિચારો સાથે દીકરીઓને સ્વસ્તિક મહિલા કોલેજમાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરાવે છે.તેવા આશય સાથે સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા દીકરીઓ માટે ફ્રી ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો તમામ ખર્ચ સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમા સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ બેન નેહલબેન પરમાર દ્વારા દીકરીઓને કોલેજ વિશેની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય,મહેન્દ્રભાઈ પંચાલ,પીનાબેન પટેલ,સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર,સ્વસ્તિક બાલમંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન મોદી,સ્વસ્તિક અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલબેન હેતલબેન રાવલ સહિતના અધ્યાપિકા અને તમામ દીકરીઓ હાજર રહ્યા હતા.