લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરની ચામુંડાપાર્ક સોસામાં બોરનું પાણી ભરાતાં રહીશો પરેશાન થયા

પાલનપુરનાં ગઠામણ પાટિયા નજીક આવેલ ચામુંડા પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી નજીકના કોમ્પ્લેક્ષના બોરનું પાણી મુખ્ય રસ્તા પર ભરાઇ રહેતું હોવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.જેમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાયેલું પડ્યું રહેવાથી સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઇ રહી છે.ત્યારે આ બાબતે ચામુંડા પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી નજીક આવેલ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષના બોરનું પાણી રસ્તા ઉપર ભરાઇ રહે છે.ત્યારે આ અંગે પાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાછતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આમ વર્તમાન સમયમાં સીઝનલ વાયરની ઋતુ ચાલી રહી હોવાથી જો પાલિકા ચામુંડા પાર્ક સહિતની અન્ય સોસાયટીઓ તેમજ શહેરના બજારોમાં ભરાતા પાણીની સમસ્યા હલ નહિ કરે તો રોગચાળો ફેલાય તો નવાઈ નહી.